Close

તાલુકા

મામલતદારની કચેરીએ પ્રાચીન કાળથી મહત્વનો દરજ્જો મેળવ્યો છે. શબ્દ “મામલતદાર” મૂળ અરબી વિશ્વમાંથી ઉદ્ભવ્યો છે એમએએમએએમએલએ (મમલા) નો અર્થ થાય છે જટીલ બાબત અથવા કેસ અને આવા બાબતો અથવા પ્રશ્નોને ઉકેલનાર અધિકારી મામલતદાર છે. મામલતદાર મહેસૂલ વહીવટી તંત્રનું વડુંમથક છે, જે ગામોના સરેરાશ 50 કે તેથી વધુ જૂથો ધરાવે છે.

રાજ્ય સરકારે લેન્ડ રેવન્યુ કોડના વિભાગ -12 હેઠળ મામલતદારની નિમણૂક કરી છે. મામલતદાર ભારતીય ફોજદારી કાર્યવાહી કોડ 1 9 73 ની કલમ -20 હેઠળ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે. મામલતદાર રાજ્ય સરકારની રાજપત્રિત અધિકારી છે. કલેક્ટર જિલ્લાના વડા છે તેથી મામલતદાર તાલુકાના વડાની ભૂમિકા ભજવે છે.તે પ્રાંત અધિકારી અને કલેક્ટર માટે જવાબદાર છે અને તે લોકોના સીધો સંપર્કમાં આવીને લોકોની સમસ્યાઓનું નિરાકરણ કરે છે. આમ, મામલતદારની તાલુકા સ્તરે રમવા માટે બહુહેતુક ભૂમિકા છે.

  • તાલુકાનો મહેસુલી વહીવટ સંભાળવો તેમજ તાલુકાના મુખ્ય સંકલન કર્તા તરીકે ફરજો અદા કરવી.
  • તાલુકાના મહેસુલી કર્મચારીઓની કામગીરી ઉપર દેખરેખ અને તપાસ.
  • કોઇપણ મહેસુલી પ્રકરણનું ઉદગમસ્થાન મામલતદાર કચેરી છે.એટલે મહેસુલી પ્રકરણોનો વિગતવાર અહેવાલ અને દરખાસ્તો ઉપલી કચેરીને એવી રીતે તૈયાર કરીને મોકલવી કે જેથી કોઇપણ જાતની વળતી પ્રશ્નોત્તરી સિવાય પ્રકરણનો નિકાલ આવે અથવા નિર્ણય થાય.
  • મામલતદાર જમીન દફતરનો સંરક્ષક (Custodian) છે. તેથી જમીન દફતરની જાળવણી અને સમયાંતરે તે અધતન કરવાની મુળભુત જવાબદારી છે. તથા મિલકતોની જાળવણી કરવાની તેની પ્રાથમિક અને મુળભુત જવાબદારી છે તથા પ્રજાની મિલ્કતો અંગેના હ્કકોનું અને તેને આધારે ઉભા થતા મહેસલી પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં મામલતદારની મહ્ત્વની ભુમિકા છે.
  • સરકારી જમીનનોની જાળવણી કરવી અને આવી જમીનો ઉપર દબાણ ન થાય તેની સતત કાળજી લેવી.
  • સરકારી લેણાંની વસુંલાત કરવી તેમજ સરકારી ઉપજની ચોરી થતી અટકાવવી.
  • મામલતદારે કચેરીનો વહીવટ કરવાની સાથે ફેરણી/ ક્ષેત્રીય અધિકારી તરીકે જમીન મહેસુલનો વહીકવટ કરવાનો છે. દફતર/રેકર્ડની તપાસણી જેટ્લી અસરકારક હશે તેટલું તંત્ર કાર્યક્ષમ અને પ્રામાણિક બનશે.
  • કચેરીનો વહીવટ હંમેશા કાયદાની જોગવાઇ તથા તે હેઠળના નિયમો તેમજ સરકારશ્રીની વખતો-વખતની સ્થાયી સુચનાઓ મુજબ થાય તે જોવાની મામલતદારની પ્રાથમિક ફરજ છે.
  • કાયદાની જોગવાઇઓનો અમલ કરતી વખતે ઠરાવેલ પ્રક્રિયાનો ભંગ ન થાય તેમજ વહીવટી કામગીરી માટે કચેરી ની કાર્યપધ્ધતિનો અમલ ચુસ્ત રીતે થાય તે જોવાની જવાબદારી છે.

મામલતદાર અને કૃષિપંચ તરીકે

  • ધી મુંબઇ ગણોત અધિનિયમ 1948 હેઠળની કેસવર્કની કામગીરી
  • સીંલીગ ધારા હેઠળની કેસવર્કની કામગીરી
  • ખરીદ કિંમત / તગાવીની વસુલાતની કામગીરી

એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ તરીકે

  • ક્રિ.પ્રોસીજર કોડની કલમ-107,109,110 અને 145 હેઠળની સત્તાઓ
  • સ્વરક્ષણ/પાક રક્ષણ માટે આમસ લાયસંન્સની પ્રાથમીક તપાસ
  • લાઉડ સ્પીકર વગાડવાની મંજુરી
  • રેલી/સભાની મંજુરી
  • એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ તરીકે કાયદો અને વ્યવસ્થાની કામગીરી
  • મરણૉન્મુખ નિવેદન લેવાની કામગીરી
  • ઇંન્ક્વેસ્ટ પંચનામા ભરવાનુ કામ
  • પ્રોટૉકોલ
  • બીનવારસી મિલકતોનું જાહેર હરાજીથી લીલામ
  • ઓળખ પરેડ
  • શહેરી વિસ્તારાની જમીન મહેસુલ વસુલાતની કામગીરી અને અન્ય ખાતાના બાકી રકમ જમીન મહેસુલ કયદાની જોગવાઇ મુજબ હળવા/ભારે ઇલાજ ધ્વારા વસુલાતની કામગીરી.

આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ હેઠળ પરવાના અને નિયંત્રણ અધિકારી

  • આવશ્યક ચીજવક્સ્તુ અધિનિયમ અને જથ્થા આદેશ 1981 હેઠળ પરવાના અધિકારી તરીકે નવીન પરવાના આપવા પરવાનાની શરતોના ભંગ બદલ કેસો ચલાવવા
  • પુરવઠાને લગતા માયનોર એક્ટ મુજબની કામગીરી
  • પંડિત દિનદયાલ ગ્રાહક ભંડારને દર માસે પરમીટ ઇસ્યુ કરવા, તપાસણી
  • તમામ ઇસમોને જાહેર વિતરણ યોજના હેઠળના કાર્ડ પુરા પાડવા

મનોરંજ્ન કર અધિકારી

  • કેબલ ક્નેક્શન રર્જીસ્ટ્રેશન
  • વીડીયો/સિનેમાગ્રુહની મંજુરીની પ્રાથમિક દરખાસ્ત તૈયાર કરવી.
  • દર માસે તમામ કેબલ ક્નેક્શન / વીડીયોગ્રુહ / સિનેમા ગ્રુહના ક્રરની આકારણી તેમજ તપાસણી
  • મનોજંન કરની વસુલાત
  • હોટ્લ/ ગેસ્ટહાઉસના પરવાનાની પ્રાથમિક તપાસણી.

મધ્યાહન ભોજન યોજના

  • મ.ભો.યો. કેન્દ્ર્ના સ્ટાફની નિમણુંક્ની કામગીરી (ના.ક્લે.શ્રી) સાથે રહીને કરવી
  • દર માસે ઓછામાં ઓછા દસ (10) કેન્દ્રોની તપાસણી કરવી
  • તાલુકાના મ.ભો.યો. કેન્દ્ર્ના સંચાલકોને પગાર / પેશગીના ચેકો વિતરણ તેમજ હિસાબની તપાસણી

મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકેની ફરજો

  • દર વર્ષે પહેલી જાન્યુઆરીની લાયકાતની તારીખ મુજબ મતદાર યાદીની સુધારણા
  • તમામ મતદારોને ફોટોવાળા

મદદનીશ ચુંટણી અધિકારી અને મામલતદાર તરીકેની ફરજો

  • વિધાનસભાની ચુંટ્ણી અધિકારી તરીકે અને લોક્ભાની ચુંટણીમાં તાલુકા મામલતદા તરીકે ફરજો
  • મતદાનની પ્રક્રિયા ગુપ્ત, ન્યાય અને સરળ કરવાની કામગીરી.
  • મતદાન / મત ગણતરીની કામગીરી સંચાલન તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણી
  • આચારસંહિતાની અમલવારી કરાવવી

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણી

  • ધી કો – ઓપરેટીવ એકટ હેઠળ સહકારી બેંક, તાલુકા સંઘ, માર્કેટ યાર્ડ, કોટન જીન વિગેરે સહકારી સંસ્થાની ચુંટણી
  • ગામ/તાલુકા/ જિલ્લા પંચાયતની મતદાર યાદી અને ચુંટણી

વિવિધ પ્રકારના દાખલા અને પ્રમાણપત્રો

  • અનુસૂચિત જાતિ, અનુ.જનજાતિ, બક્ષીપંચ, ક્રિમીલેયર, આર્થિક પછાત
  • દારપણાનો દાખલો, ઉમર અધિવાસ, સામાન્ય રહીશ, ત્રણ વર્ષના રહીશ
  • આવક, ખેડુત ખાતેદાર, નાના-સીંમાત ખેડૂત, વારસાઇ, સ્થાવર મિલ્કત, ચારિત્ર્ય
  • વિધવા / ત્યકતા, આશ્રીત, ધાર્મિક અને ભાષાકીય લઘુમતિ

મહેસૂલ વિભાગ સિવાયની અન્ય વિભાગોની કામગીરી

  • સમાજ કલ્યાણ તથા મહીલા અને બાળ વિકાસ વિભાગ
    • રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના.
    • નિરાધાર વ્રુધ્ધ / અપંગ સહાય યોજના.
    • વિધવા સહાય યોજના.
    • અંત્યોદય યોજના
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
    • કુંટુબ કલ્યાણની કામગીરી
    • ઇન્ડીયન એપેડેમીક એક્ટ-1987 અન્વયે
    • પોલીયો નાબૂદી તેમજ રસીકરણ
  • સહકાર વિભાગ
    • સહકારી કાયદા હેઠળ સ્થપાયેલા સહકારી સ્થપાયેલા સહકારી સંસ્થાઓની ચુંટણી
  • ગૃહ વિભાગ
    • તાલુકા કક્ષાએ સબ જેલ સુપ્રીન્ટેન્ડેન્ટ તરીકે
    • ધાર્મિક તહેવારો જેવા કે દશેરા, મહોરમ, રથયાત્રા, જન્માષ્ટમી વગેરે પ્રસંગે કાયદો અને વ્યવસ્થાની જાળવણી.
    • બાળ મજુરી પ્રતિબંધક કાયદાના અમલીકરણની કામગીરી
  • કૃષિ વિભાગ
    • ખેતી વિષયક ગણના, કૃષિ મહોત્સવ
    • લોકોની આર્થિક મોજણી
  • અન્ય ખાતાઓના સંકલનમાં રહીને કરવાની કામગીરી
    • સંકલ્પ સિધ્ધિ યાત્રા, વિશ્વ વસ્તીદિનની ઉજવણી, અસ્મિતા દિનની ઉજવણી
    • ગોકુલ ગ્રામ યોજના, ગ્રામસભા
    • એસ.એસ.સી.બોર્ડ તથા એચ.એસ.સી. બોર્ડની પરીક્ષાના સંચાલન તથા કાયદો અને વ્યવસ્થા
    • અન્ય ખાતાના કર્મચારી હડતાલ ઉપર જાય તેવા સમયે તે ખાતાને આવશ્યક સેવાની કામગીરી
    • સ્વચ્છતા અભિયાનની કામગીરી
    • માજી સૈનિકોના તથા સ્વાતંત્ર્ય સૈનિકોના પેન્શન
    • ગાર્ડીયન ઓફ માયનર એન્ડ કોર્ટ ઓફ વોર્ડઝ એક્ટ હેઠળ
    • નર્મદા શ્રીનીધિ, નાની બચત હેઠળ એજન્સી આપવા તથા લક્ષ્યાંક સિધ્ધ કરવા
    • કુદરતી આપતિઓ જેવી કે પૂર/ રેલ રાહત, વાવાઝોડુ, ધરતીકંપ, મોટા અક્સ્માતો
    • ખાણ ખનીજ રોયલ્ટીની પ્રાથમિક દરખાસ્તોની ચકાસણી તથા ચેંકીગ
તાલુકા મામલતદાર ઑફિસની યાદી
તાલુકા હોદ્દો સંપર્ક નં.
મહેસાણા મામલતદાર, મહેસાણા +91 2762 236386
કડી મામલતદાર, કડી +91 2764 242355
વિજાપુર મામલતદાર, વિજાપુર +91 2763 220027
વિસનગર મામલતદાર, વિસનગર +91 2765 231351
બેચરાજી મામલતદાર, બેચરાજી +91 2734 286622
ઉંઝા મામલતદાર, ઉંઝા +91 2767 250970
વડનગર મામલતદાર, વડનગર +91 2761 222150
સતલાસણા મામલતદાર, સતલાસણા +91 2761 253333
જોટાણા મામલતદાર, જોટાણા