Close

જીલ્લા મ્યુનિસિપલ ઓફિસ (ડી એમ ઓ)

જિલ્લાની નગરપાલિકાઓના વહીવટના સંદર્ભમા ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની નિયંત્રણ અંગેની જોગવાઇઓ અનુસંધાને નગરપાલિકાઓ ઉપર વહિવટી નિયંત્રણ રાખવાની કાર્યવાહીઓ જેમાં કલમ ૨૫૭ તળે તપાસ અને ૨૫૮, ૨૫૯ તળે પગલાઓ લેવાનો સમાવેશ થાય છે. તે ઉપરાંત નગરપાલિકાઓમાં સંબધિત કાયદાઓની અમલવારી સરકારશ્રીની નિતિઓ અને કાયદાકીય બાબતોમાં નગરપાલિકાઓને માર્ગદર્શન, નગરપાલિકાઓની વાર્ષિક વહીવટી તપાસ અને ચીફ ઓફિસરના કાર્યો ઉપર દેખરેખ અને નિયત્રણનો પણ સમાવેશ થાય છે. આમ, ડી.એમ.ઓ ઓફિસ જીલ્લાની નગરપાલિકાઓ માટે વહીવટી નિયંત્રક તરીકેની ભુમિકા ભજવે છે.

મુખ્ય કામગીરી

  • નગરપાલિકાઓની વાર્ષિક વહીવટી તપાસણી.
  • નગરપાલિકાઓના મુખ્ય અધિકારીશ્રીઓની કામગીરી ઉપર દેખરેખ અને નિયત્રણ.
  • ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ની કલમ ૨૫૭ તળે તપાસણી અને દેખરેખ રાખવી.
  • ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૨૫૮ તથા ટાઉન પ્લાનિંગ એકટની કલમ-૬-બી તળે રીવ્યુ પાત્ર ઠરાવો મૉકૂફ કરવા અંગેની કાર્યવાહી કરવી.
  • ચીફ ઓફિસરશ્રીઓની સર્વિસબુક નિભાવવી, રજાઓ મંજૂર કરવી, ચાર્જની સોંપણી કરવી, તાલિમ પુરી પાડવી, અનિયમિતતાઓ અંગે સ્પષ્ટ્તા માંગી નિયામકશ્રીને અહેવાલ પાઠવવો.
  • તકેદારી આયોગના અહેવાલો સરકારશ્રી/ નિયામકશ્રી મોકલવવા બાબત અંગેની કાર્યવાહી કરવી.
  • નિયામકશ્રી, નગરપાલિકાઓ ગાંધીનગરના આદેશો અને સુચનાઓ મુજબની અન્ય કામગીરી કરવી.