કૉલેક્ટરેટ
મુંબઇ જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯ ની કલમ ૮ મુજબ રાજ્ય સરકાર કલેક્ટરની નિમણુંક કરે છે. બૃહદ મુંબઇ રાજ્યમાં ડિવિઝનલ કમિશ્નર જમીન મહેસૂલ અધિનિયમની અમલવારી થાય તેની દેખરેખ રાખતા હતા. ૧૫ ઓગષ્ટ ૧૯૫૦ થી ડિવિઝનલ કમિશ્નરનું પદ રદ્દ કરવામાં આવ્યુ અને જમીન મહેસૂલ અધિનિયમ અને અન્ય નિયમો અંગેની સત્તાઓ કલેક્ટરને સોંપવામાં આવી અને તદ્દનુસાર કલેક્ટરને તેમના જિલ્લામાં વિવિધ કાયદાઓની જોગવાઇઓની અમલવારી માટેની જવાબદારી સોંપવામાં આવી.
કલેક્ટર એ વહીવટ અને કાયદાની અમલવારી માટે સરકાર અને જનતા વચ્ચે એક અગત્યની કડી હોઇ સમય જતા કલેક્ટર પર કામનું ભારણ વધ્યુ છે. જિલ્લા કક્ષાએ સરકારના સીધા પ્રતિનિધિ હોઇ કલેક્ટર જિલ્લાના વહીવટમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. કલેક્ટર સમગ્ર જિલ્લાના અન્ય તમામ વિભાગોનું સંકલન કરે છે તેથી તેમને જિલ્લાના મુખ્ય સંકલન અધિકારી પણ ગણવામાં આવે છે. સાંપ્રત સમયમાં વહીવટ વધુ ઝડપી બન્યો છે અને નાગરિકોને તેમાં કેન્દ્રસ્થ સ્થાન આપવામાં આવ્યુ છે. જનસામાન્યની વહીવટી તંત્ર તરફની અપેક્ષાઓને પહોંચી વળવા માટે માહિતી અને સંચાર ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી વહીવટ વધુને વધુ સરળ, પારદર્શક, કાર્યદક્ષ અને પ્રજાભિમુખ બને તે આજના સમયની માંગ છે.
અનુ. નં. | કલેક્ટરશ્રીનું નામ | જોડાયા તારીખ | મુદત તારીખ |
---|---|---|---|
1 | શ્રી આઇ. ટી. અલમોલા | 01-08-1949 | 31-05-1951 |
2 | શ્રી ડી. બી. કામ્બલે | 01-06-1951 | 18-07-1951 |
3 | શ્રી આઇ. ટી. અલમોલા | 19-07-1951 | 02-08-1951 |
4 | શ્રી આર. એમ. દેસાઇ | 03-08-1951 | 17-05-1954 |
5 | શ્રી એચ. કે. એલ. કપુર | 20-05-1954 | 26-07-1954 |
6 | શ્રી વી. એસ. મહાજજી | 27-07-1954 | 01-05-1955 |
7 | શ્રી એસ. એમ. ઘોષ | 02-05-1955 | 12-06-1955 |
8 | શ્રી વી. એસ. મહાજજી | 13-06-1955 | 12-05-1956 |
9 | શ્રી આર. કે. ત્રિવેદી | 06-12-1956 | 12-11-1957 |
10 | શ્રી જી. એ. શર્મા | 13-11-1957 | 15-04-1958 |
11 | શ્રી એમ. એસ. પાલનીતકર | 16-04-1958 | 21-03-1960 |
12 | શ્રી જે. વી. વ્યાસ | 22-03-1960 | 08-05-1960 |
13 | શ્રી આર. વી. દેસ્મુખ | 09-05-1960 | 31-10-1960 |
14 | શ્રી જે. વી. વ્યાસ | 01-11-1960 | 28-02-1962 |
15 | શ્રી એમ. જી. પરમાર | 28-02-1962 | 22-11-1962 |
16 | શ્રી ડી. એસ. દીધે | 22-11-1962 | 16-07-1964 |
17 | શ્રી એમ.આર. વ્યાસ | 16-07-1964 | 12-05-1967 |
18 | શ્રી એલ. એન. એસ મુકુન્દન | 12-05-1967 | 03-06-1967 |
19 | શ્રી એચ. કે. ઓઝા | 03-06-1967 | 30-06-1970 |
20 | શ્રી વિનય શર્મા | 30-06-1970 | 10-05-1971 |
21 | શ્રી વી.બી. બૂચ | 31-05-1971 | 16-08-1973 |
22 | શ્રી અરુણ સિંહા | 16-08-1973 | 31-08-1974 |
23 | શ્રી અશોક નારાયણ | 02-09-1974 | 03-10-1976 |
24 | શ્રી એ. ડબલ્યુ. પી. ડેવીડ | 04-10-1976 | 26-02-1981 |
25 | શ્રી કે. સી. કપૂર | 27-02-1981 | 06-06-1981 |
26 | શ્રી જી. કે. દુદાની | 06-06-1981 | 13-05-1983 |
27 | શ્રી પી કે મિશ્રા | 20-07-1983 | 19-09-1985 |
28 | શ્રી રજનીકાંત પટેલ | 19-09-1985 | 30-06-1987 |
29 | શ્રી ડી કે રાવ | 01-06-1987 | 04-09-1988 |
30 | શ્રી જી. જી. દલ (ઇ/ચા) | 05-09-1988 | 24-10-1988 |
31 | શ્રી વાય. જે. દીક્ષિત | 25-10-1988 | 12-04-1990 |
32 | શ્રી એચ. કે. દાસ | 12-04-1990 | 28-02-1993 |
33 | શ્રી કે. બી. પટેલ (ઇ/ચા) | 01-03-1993 | 03-03-1993 |
34 | શ્રી આર. કે. ગુપ્તા | 03-03-1993 | 16-08-1994 |
35 | શ્રી પી. ડી. વાઘેલા | 16-08-1994 | 16-04-1995 |
36 | શ્રી એ. કે. શર્મા | 17-04-1995 | 19-05-1997 |
37 | શ્રી જે. ડી. દેસાઈ (ઇ/ચા) | 20-05-1997 | 28-05-1997 |
38 | શ્રી એમ. એસ. ડાગુર | 29-05-1997 | 03-05-1998 |
39 | શ્રી જે. ડી. દેસાઈ (ઇ/ચા) | 04-05-1998 | 10-05-1998 |
40 | શ્રી આર એમ ઉપાધ્યાય (ઇ/ચા) | 11-05-1998 | 17-05-1998 |
41 | શ્રી આર. પી. ગુપ્તા | 18-05-1998 | 07-11-1998 |
42 | શ્રી એમ. એફ. પરમાર (ઇ/ચા) | 07-11-1998 | 11-11-1998 |
43 | શ્રી એચ. બી. વરીયા | 11-11-1998 | 16-11-2000 |
44 | શ્રી એ. એસ. પટેલ | 16-11-2000 | 10-12-2003 |
45 | શ્રી વિનય વ્યાસા | 11-12-2003 | 15-09-2005 |
46 | શ્રી મનિષ ભારદ્વાજ | 15-09-2005 | 06-03-2007 |
47 | શ્રી અજય ભાદુ | 07-03-2007 | 11-07-2011 |
48 | શ્રી રાજકુમાર બેનિવાલ | 11-07-2011 | 07-07-2014 |
49 | શ્રી લોચન સેહરા | 07-07-2014 | 07-05-2016 |
50 | શ્રી આલોક પાંડે | 08-05-2016 | 19-08-2017 |
51 | શ્રી એચ.કે.પટેલ | 19-08-2017 | 14-06-2021 |
52 | શ્રી એમ.વાઈ.દક્ષિણી (ઇ/ચા) | 14-06-2021 | 24-06-2021 |
53 | શ્રી ઉદિત અગ્રવાલ | 24-06-2021 | 16-01-2023 |
54 | શ્રી એમ. નાગરાજન | 16-01-2023 | – |