Close

વિધવા સહાય મેળવવા બાબત

હું કઈ રીતેવિધવા સહાય મેળવવા માટે મંજુરી મેળવી કું?

પ્રાંત અધિકારીશ્રી
એપ્લીકેશન ફોર્મ

નિકાલની સમય મર્યાદા કુલ ૬૦ દિવસ.
ફી રુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • અરજદારની અરજી (પરિશિષ્ટ–૧/૮૬ મુજબ )
  • સોગંદનામુ (પરિશિષ્ટ ર/૮૬ મુજબ )
  • આવક અંગેનું પ્રમાણપત્ર (પરિશિષ્ટ ૩/૮૬ મુજબ )
  • વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર (પરિશિષ્ટ ૪/૮૬ મુજબ )
  • અરજદારના પતિનો મરણનો દાખલો
  • અરજદાર (વિધવા) નો જન્મનો દાખલો અથવા સ્કુલ લિવીંગ સર્ટીફીકેટ આ બંનેમાંથી કોઈપણ દાખલો ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં સરકારી દવાખાના/સીવીલ હોસ્પિટલના તબિબિ અધિકારીશ્રીનો ઉંમર અંગેનો દાખલો.
  • અરજદારના શૈક્ષણિક લાયકાતના અંગેના પ્રમાણપત્રો.
  • મૈયતના વારસદારોનું પેઢીનામું.
  • ૧૮ થી ૪૦ વર્ષની વય જુથના અરજદારોએ એક વર્ષની અંદર કોઈપણ સરકાર માન્ય ટ્રેડની તાલીમમાં જોડાવવા અંગેનું તલાટીશ્રીની રૂબરૂનું બાંહેધરી પત્ર.
  • પુનઃ લગ્ન કરેલ નથી તે બદલનું પ્રમાણપત્ર. (દર વર્ષે જુલાઈ માસમાં તલાટીશ્રીની રૂબરૂમાં કરાવેલ.)
  • ર૧ વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય પરંતુ શારીરિક રીતે અપંગ હોય અથવા માનસિક રીતે અસ્થિર હોય, આજીવન કારાવાસ ભોગવતો હોય તો અરજી સાથે યોગ્ય સત્તા ધરાવતા અધિકારીના દાખલા.
  • અરજદારે પોતાના શરીર પરના ઓળખનું નિશાન ફરજિયાત દર્શાવવાનું રહેશે .

મુલાકાત લો: http://nsap.nic.in/

મામલતદાર ઑફિસ

મામલતદાર ઑફિસ, મહેસાણા
સ્થાન : બધા મામલતદાર ઑફિસ | શહેર : મહેસાણા | પીન કોડ : 384001
ફોન : 02762236386 | ઇમેઇલ : mam-mehsana[at]gujarat[dot]gov[dot]in